Meena Mangarolia

Others Tragedy

3  

Meena Mangarolia

Others Tragedy

દિપકની જયોત

દિપકની જયોત

3 mins
7.4K


આજના દિવસે અગ્નિ સાક્ષી એ પ્રભૂતાના પગલાં પાડ્યા. દિપ તારી હું જયોત બની. અર્ધાગિની બની તારા આયખાની મારી અંદર એક નવી ચેતનાનુ તે સિંચન કર્યુ. "જિંદગી"માં ઉગ્યો હતો સોનાનો સૂરજ જે "દિપક"ની જેમ ઝળહળતો હતો.આજના દિવસથી એક એક તણખલાથી બાંધ્યો એક માળો. કયારે એ માળામાંથી પંછી ઊડી ગયુ. આજ સૂનો છે મારો માળો અને સૂના છે મારા બાળકો.

અચાનક અંધકાર છવાઈ ગયો. અને જીવનનો ઉજાસ કાયમ માટે લૂંટાઈ ગયો. "મન મારુ હજુ માનતું નથી" મૃત્યુના આંસૂ કદીય સૂકાશે નહીં. તમારી આ ઓચિંતી વિદાય કયારેય નહિ ભૂલાય. આપનું સ્મરણ મન મૂકીને રડાવે છે. કલ્પી ન શકાય તેવી આપની અણધારી વિદાય

કાળજું કંપાવી નાખે છે. જિંદગી જાણે શૂન્ય બની ગઈ. રડતી આંખોને હસાવનાર તારા ગયા પછી આજે કોઈ નથી. એક યાદ જ રહી ગઈ જે મારા જીવનની સરગમ છે. મારી ભિતરમાં આજે પણ તું ગૂમસૂમ છે.

દિપ, મારી આંખોના વહેતા આંસુ આજ તારા સિવાય સમજનાર કોઈ નથી.

રોજ ઊગતો સૂરજ જોઉ છુ. તારા સાથ વિના દિપ આ સવાર પણ કંઈક અધૂરી અઘૂરી લાગે છે. મીઠી ચાની પ્યાલી પણ તારા સાથ વિના સ્વાદ વિનાની લાગે છે. સમય વિત્યો પણ એજ ટેબલ અને એજ ચાનો પ્યાલો. પણ તારી નિરંતર ગેરહાજરી. તારા વિના જીવન પણ જાણે એક જગ્યાએ થંભી ગયું. ચા પીધી કે નહી તેની કયા ખબર જ રહી. જીવનની લીલી સૂકી. હા... ભલે લોકો કહે તું સાવ બદલાઈ ગઈ, પણ હા....મારા અતિતમાંથી હું બહાર આવી નથી શકતી. કેવા સરસ એ દિવસો હતા. અમારા જાણે કોની નજર લાગી ગઈ. હરીભરી લીલી વાડીને કુદરતે પણ વેરવિખેર કરી. જાણે કુદરત નો કારમો પંજો વિંઝાયો.

ઓગણતીસ વરસના સુખી દાંપત્ય જીવન પછી અચાનક લાલ રંગ પર વૈધવ્યના છાંટણા ઉડયા, જે મારા માટે અને મારી જિંદગી માટે આઘાત સમાન હતું. મારા પગ નીચેથી જાણે ધરતી ખસી ગઈ. મારો આધાર છીનવાઈ ગયો. અને લોકો કહે હું બદલાઈ ગઈ. જીવન મારુ નિરસ બની ગયું. હજુ કાલની વાત છે. દિપનુ સવારે ઉઠવું, બારીમાં બેઠેલા પારેવાંને પ્રેમથી નિહાળવુ. ને પછી જલદી ચા સાથે નાસ્તામાં કંઈક તીખું ચટાકેદાર થઈ જાય. રક્ષી જલ્દી લાવ ગરમા... ગરમ.. અને કયાં આજ જાણે એની ખાલી ખુરશી જોઈ મારુ મન પણ એક નાનું હલકું ડુંસકુ રુજુ અને ખુશીથી નજર બચાવીને.

સમાજના રિવાજો, વરસી શ્રાધ્ધ વિગેરેએક પછી એક. પણ દિપ તારી છત્રછાયા અમારી સાથે હરહંમેશ છે. આજ પણ દુનિયાને બતાવવા નહીં પણ જીવનની દુનિયાધારી નિભાવવા હું અડીખમ ઊભી છું. પણ મારી એકલતામાં મને આપણા બાળકોનો નિરંતર સાથ છે. એક ક્ષણ પણ નહીં ભૂલનાર તારી રસુ આજ પણ તારી સાથે છે. દિપ, ખરેખર જિંદગી જીવવી બહુ અઘરી છે. જીંદગી જીવવા માટે ઓક્સિજનની જરુર છે. એ તારે પરોક્ષ રીતે પૂરવો પડશે. આજે વરસોના વાયરા વાયા. જિંદગીને મેં બહુ નજીકથી નિહાળી છે .દરેક ભયને મેં અનુભવ્યો છે. અથાગપ્રયત્નો છતાય ભગવાન પાસે મારી એક ના ચાલી.

આજ એવુ લાગે છે જાણે મારા પગ ચાલતા ચાલતા થંભી જાય છે. દિપ આપની ગેરહાજરીની હુ કલ્પના કરુ ત્યારે મારુ અસ્તિત્વ મને કોરી ખાય છે. મારુ જીવન એ જીવન નહી પણ એક ધકકાગાડી જેવુલાગે છે. જિંદગી ના દિવસો જાણે કેમ પૂરા થશે.


Rate this content
Log in