STORYMIRROR

kiranben sharma

Children Stories Drama Action

4  

kiranben sharma

Children Stories Drama Action

ચંદ્રની સફર

ચંદ્રની સફર

2 mins
253

ગીતા બધા કામથી પરવારીને રાત્રે પલકની પાસે બેઠી અને તેનું ગૃહકાર્ય તપાસીને દફતર તૈયાર કર્યું. કેમકે આવતીકાલે પાછું શિક્ષિકાબેન ઓનલાઈન ભણાવવાના હતાં. હવે બંને પથારીમાં સૂવા પડ્યા અને ગીતા પલકને વાર્તા સંભળાવા લાગી.

      દૂર દેખાતા ચાંદા મામાનાં દેશમાં એક સુંદર મજાનો મોટો મહેલ હતો. તેમાં પલક જેવી જ સુંદર પરી રહેતી હતી. વાર્તા સાંભળતા- સાંભળતા પલક તો જાણે સાચે ચંદ્રલોકની સફર પર પહોંચી ગઈ. તેની આંખોમાં ચંદ્રલોકના સ્વપ્નાં દેખાવા લાગ્યા, પલક પોતે જ ત્યાં પરી રૂપે, હાથમાં જાદુઈ લાકડી લઈને, સુંદર સફેદ ફ્રોક પહેરી, માથે ઝગમગતો તાજ પહેરી, તેની બહેનપણીઓ સાથે રમતો રમતી, અને જાદુઈ લાકડીથી જાતજાતનાં રમકડાં, પશુ પક્ષીઓ બનાવતી, બધાની સાથે ખૂબ મસ્તી કરતી, અને પછી શકા..લાકા .. બુમ.. બુમ.. મંત્ર બોલી બધું ગાયબ કરી દેતી.

       પલકને ત્યાં ચંદ્રની સફર કરતાં કોરોના નામનો રાક્ષસ મળ્યો. પલક પરી તેનાથી પહેલાં તો ડરી ગઈ, કોરોના રાક્ષસથી દૂર રહેવા શું કરવું ? તે તેણે જાદુઈ લાકડીથી જાણી લીધું, અને પોતાની બીજી પરીઓને પણ સમજાવ્યું કે - "આ કોરોના રાક્ષસ તો સ્વચ્છતા રાખવાથી, બે-ત્રણ ગજની દૂરી રાખવાથી, મોં પર માસ્ક પહેરવાથી, હાથ વારંવાર સાબુથી ધોવાથી, સેનેટાઈઝરનો ઉપયોગ કરવાથી, દૂર ભાગશે".

    હવે તો બધી પરીઓએ ભેગી મળી ચંદ્રનું વાતાવરણ સ્વચ્છ બનાવી દીધું. બધાયે મોં પર માસ્ક પહેરી લીધા, બધા થોડી દૂરી બનાવી રહેવા લાગ્યા, ને પોતાના ચંદ્રલોક પરના તમામ લોકોને ખૂબ હિંમત આપી, સલાહ આપી, અને તમામને કોરોના ભયથી મુક્ત બનાવી દીધા. બધાએ આયુર્વેદિક ઉકાળો અને દવાની મદદથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી, ચંદ્રલોક પરથી કોરોનાને ભગાવી દીધો.

    સવાર પડતા પલકનાં મમ્મીએ જયારે પલકને ઉઠાડી, પલકે મમ્મીને ચંદ્રની સફરની વાત જણાવી, અને હવે તે પણ ગરમ પાણીને ઉકાળા પીવા અને માસ્ક પહેરવા લાગી, અને બીજા બાળકોને પણ સમજાવવા લાગી.

ઘણાં સ્વપ્નો પણ હકીકત સમજાવી જતાં હોય છે.


Rate this content
Log in