ચમત્કાર
ચમત્કાર
"ચમત્કાર" આપણે સાંભળ્યો હશે, પણ થતાં જોયો છે ? એકાએક કાઇક ન વિચારેલું અને ન જોયેલું આંખ સામે આવીને ઊભું થઈ જાય ત્યારે ? મન કાઇક વિચારવાની મનઃસ્થિતિમાં જ ન હોય ત્યારે ?... ચાલો આપણે સાંભળીએ.
જો અચાનક આપણાં હાથમાં કાઇક લાગી જાય તો ? અને એ પણ એવી વસ્તું જે વિચારોથી પરે હોય ! શું ? એક ચિત્ર બનાવતો ચિરાગ જેણે સ્વપ્નમાં પણ ન વિચારેલું કે મારું સુંદર ચિત્ર જે મારા મિત્રો અને બધાને ગમ્યું હતું એ ચિત્ર જીવંત થઇ જશે, અને મારા હાથમાંથી વહી જઈ કોઈ સ્વરુપ ધારણ કરી લેશે, અને જાણે હું આ બઘું જોઇ એકદમ સ્તબ્ધ બનીને જોતો જ રહી જઈશ. ચિરાગ ક્ષણીક વિચારોમાં ગરકાવ થઇ ગયો.
અરે,આ શું થઇ રહ્યું છે ? કોણ કરી રહ્યું છે ? આ કેવી રીતે શક્ય છે ? ના બને આવું તો !ની મૂંઝવણમાં હું અચાનક મારી આસપાસ સંભાળતા અવાજનાં ધ્વનિને હજી શોધતાં પહેલાંજ એની આંખો સમક્ષ એક પ્રકાશની કિરણો સમી એક સુંદર સ્ત્રી આવીને તેને પૂછે છે, "બોલ બોલ તારે શું જોઈયે છે ? જે જોઈતું હોય તે માંગ." ચિરાગ પોતેજ બનાવેલાં "ચિરાગ"માંથી નીકળેલાં જીન પાસે શું માંગે ? હજી પણ, પોતે અસ્વસ્થ મનથી બધું નિહાળી રહ્યો હતો. કે શું કરું ? શું માંગું ? કે પછી જાણે આ બઘું સ્વપ્ન જેવું જ લાગી રહ્યું હતું. એનુ મન આ વાસ્તવિકતાને હજી સ્વીકારવા તૈયાર જ નહતું.
અને વારંવાર પડતાં પડઘાં, માંગણીનો પોકાર સાંભળીને માંગે છે કે તમે મારાં કાગળનાં ચિરાગમાંથી સાચેનો ચિરાગ મને બતાવો, અને જીની તો એક ચૂંટકીમાં ચિરાગ પાસે અઢળક ચિરાગ ભેગાં કરી દેતો હોય છે. અને ચિરાગ પોતાની પાસેનાં જીનીને પૂછે છે કે આમાંથી તમારો ચિરાગ કયાં છે ? સાચું કહો. ચિરાગનો જીન એનો અસલી ચિરાગ. બાળક ચિરાગનાં હાથમાં મૂકે છે અને જુવે છે કે મારા ચિત્રનો જ ચિરાગ જેવો જ છે.
અને ચિરાગ જીનીને પૂછે છે "શું મારાં બધાજ ચિત્રો આવાં સાચે મા બની મારી સામે આવી જશે ? શું હું કશું પણ ચિત્ર બનાવી શકું છું ? શું મને બધુંજ મળશે ?"
અને જીનીનો જવાબ, "હા, તારા ચિત્ર એ જ મને વાચા આપી છે, અને તારા દરેક ચિત્રો સાચા અર્થમાં તારી સામે આવી જશે જે પણ તું બનાવીશ, અને આવીજ રીતે પ્રકૃતિમાં, ઘરમાં, તારા જીવનમાં સુંદર ચિત્રો થકી મેઘધનુષ્યનાં રંગો ભરતો જા અને સુંદરતા પ્રસરાવતો જા.
શું સાચેજ ન વિચારેલું આવું કાઈક આપણાં કોઇ સાથે થયું છે ? અને અચાનક આવેલાં આવાં ચમત્કારો સાચેજ સર્જાયા હશે ? અને સાચેજ આપણી પાસે કોઇ આવો જીન મળી જાય તો ? શું કરીએ આપણે ? અને શું માંગણી હોય આપણી ?
