બોલતું વૃક્ષ
બોલતું વૃક્ષ
એક બચુભાઈ હતા. તે રામપુર ગામમાં રહેતા હતા. તેને એક નાનકડું ઘર હતું. તે પોતે ઝાડના લાકડા વેચે અને પૈસા કમાઈ. આમ ને આમ તેણે ઘણા વૃક્ષો કાપી નાખ્યાં. અડધુ જંગલ લગભગ ખાલી થઈ ગયું.
એક દિવસ ફરી તે ઝાડ કાપવા જંગલમાં ગયો. જંગલમાં તે ઝાડ કાપવા જતો હતો ત્યાં એક વૃક્ષનો અવાજ આવ્યો. એ બચુભાઈ આ શું કરો છો. બચુભાઈએ માથું ઉપર કરી જોયું તો કોઈ દેખાયું નહિ. તેણે આમતેમ જોયું કે આ કોણ હશે.કંઈ દેખાયું નહિ.
ફરી બચુભાઈ ઝાડ કાપવાના કામે લાગી ગયા. ત્યાં ફરી ઝાડ બોલ્યું, " એ બચુભાઈ એ બચુભાઈ."
બચુભાઈએ ફરી ઊંચું જોયું અને પૂછ્યું, કોણ છે. હિંમત હોય તો સામે આવ." તો ઝાડે કહ્યું," હું તો તારી સામે જ છું. તારી પાસે જ છું. તું અત્યારે જે ઝાડને કાપી રહ્યો છે તે ઝાડ હું બોલું છું. તમે જાણો છો તમે કેટલું પાપ કરી રહ્યા છો.
બચુભાઈએ કહ્યું," તેમાં પાપ શેના. હું તો મારા ગુજરાન માટે ઝાડ કાપું છું."
ઝાડે કહ્યું," તમે તમારા ગુજરાન માટે ઝાડ કાપો છો તે વાત સાચી. પણ તેમાં કેટલા બધા પ્રાણીઓનું રહેઠાણ અને અન્ન છીનવી રહ્યા છો. જેના લીધે તે સજીવો મૃત્યુ પામે છે. આ બધાનું પાપ તો તમને જ લાગે ને. જો તમારે ગુજરાન ચલાવવું તો સૂકાયેલા ઝાડ કાપો અને નવા ઝાડ ઉછેરો. આથી ઝાડ કપાય તેના બદલામાં નવા ઝાડ ઊગે."
ફરી ઝાડે કહ્યું," તમે અમારા પર આ રીતે કુહાડી ચલાવો છો. તે આમને પણ જીવ છે. અમને પણ પીડા થાય છે."
બચુભાઈએ કહ્યું, " આજ પછી હું કોઈ પણ ઝાડ કાપીશ નહિ અને રોજ રોજ નવા બે ઝાડ વાવીશ અને ઉછેરીશ."
ઝાડ ખુશ ખુશ થઈ ગયું અને તાલી પાડવા લાગ્યું.
