Hetshri Keyur

Children Stories Tragedy Others

3.8  

Hetshri Keyur

Children Stories Tragedy Others

ભૂખ

ભૂખ

2 mins
237


        કોઈ ને નામનાની ભૂખ હોય છે કોઈને પૈસાની ભૂખ હોય છે પરંતુ ખાલી પેટ ની ભૂખ કોક કમનસીબનાં કર્મમાંજ લખી હોય છે, જેમાંથી એક કમનસીબ બાળક રાજકોટ શહેરના એક મોટા રસ્તા પરના નાના ઝૂપડા માં રહે છે. જેને ઈશ્વરે પેટની ભૂખ શું એ ખરા અર્થ માં સમજાવ્યું છે.તો આવો એ નાના ભૂલકાં ની વાત જાણીને બધા કંઇક બોધ લઈએ.

        સવારની કડકડતી ઠંડી માં એક બાળક અંદાજે ૧૦વર્ષ ની વયનું ચા ની લારીમાં કામ કરતું નજરે ચડ્યું, મે એને ઊભો રાખી પૂછ્યું બેટા ચા પીવો છે ? એનો બહુજ નાનો પણ હૃદય સ્પર્શી ઉતર હતો સાહેબ ચા ! મને રોટલી આપો ને ! એક નહિ બે રોટલી આપશો ? મારી બેન પણ છે હો, ભૂખી છે ખુબજ; શું કરું નાની છે ને તો હે સાયેબ આપશો ને ?  મે સહજતાથી એને પૂછ્યું બેટા અત્યારના પોર માં ? તારે અત્યારના પોરમાં રોટલી કેમ ખાવી છે ? જવાબ માં નાનો બાળક બોલ્યો અરે સાયબ ભૂખ્યું પેટ સમય નથી હોતું મે પૂછ્યું કેમ ? તો મને એ બાળકે કહ્યું સાહેબ તમે જમવાના સમયે જમો જ્યારે અમારે ૨૪કલાકમાંથી જ્યારે અનાજ મળે ત્યારે અમારું જમવાનું હોય.

   મે એને પૂછ્યું બેટા તું કેમ કમાવા જાય છે, ભૂખ્યો રહે છે,તો એ બાળકે કીધું, સાહેબ મને ઈશ્વરે માતા પિતા તો આપ્યા પરંતુ બંને વચ્ચે ખુબજ અણબનાવ રહેતો પરિણામે મારા પિતાજીએ આપઘાત કરી લીધો ને એના આઘાતમાં મારી માતા ઈશ્વર શરણ પામી સાહેબ હું એક જ કહીશ,

  કઈ પણ થાય બાળક વિશે જરૂર વિચારજો !

 કઈ પણ પગલું ભરવામાં ભૂખ્યું પેટ ખુબજ હેરાન કરે છે, ભૂખ હજાર આપઘાતથી પણ વધુ ઘા આપે છે.

બોધ: ઉતાવળથી ક્યારેય આપઘાત જેવું પગલું ભરવા ન વિચારો તમારી પર આધારિત માણસ નિરાધાર થઈ જાય છે તેમજ ભૂખ્યા બાળક ને મજૂરીમાં રાખવાને બદલે એને ખાવા અનાજ આપો.


Rate this content
Log in