ભક્તિ
ભક્તિ
ભક્તિ 🌿
— એક અભિયાન
એક વખતની વાત છે...
અંતરિક્ષના એક ખૂણે ધ્રુવ તારો ઝળહળતો હતો — ભગવાનનો અડગ ભક્ત, એક ચમકતો દિશાદર્શક તારલો.
જેમ તેણે બાળપણમાં જ તપસ્યાથી વિષ્ણુ ભગવાનના આશીર્વાદ મેળવેલ હતાં, તેથી આજ સુધી અડગ રહ્યો.
પરંતુ અનેક યૂગો પછી પૃથ્વી માતા દુ:ખી થઈ —
નદીઓ પ્રદૂષિત, વૃક્ષોની હત્યા, પર્વતોનો વિનાશ,
અને માનવજાત લાલચમાં પૃથ્વીને ખાલી કરતી રહી.
પૃથ્વી માતા ધ્રુવ તારાને વેદનાભર્યા સ્વરમાં બોલી:
"પુત્ર ધ્રુવ, તું તો ભગવાનના ભક્ત તરીકે અડગ રહ્યો.
જો આજના બાળકો પણ તારી જેમ અડગ બની મારી સેવા કરે , તો મારી મદદ થઈ શકે."
ધ્રુવે માતાની પીડા મહેસૂસ કરી.
એણે વિષ્ણુના ચરણોમાં ધ્યાન લગાવ્યું —
પ્રભુ "મને સ્થિરતા મળી છે, પણ શું હું નિષ્ક્રિય રહી ચૂપ રહી શકું જયારે માતૃભૂમિ સંઘર્ષ કરી રહી છે?"
વિષ્ણુએ દર્શન આપ્યા
—
"ધ્રુવ, તું તો પ્રકાશનો તારો છે. તું માત્ર ઝળહળ ટમકતો જ નહીં, ભૂલેલા ને દિશા પણ આપી શકે."
ત્યાંથી ધ્રુવે સંદેશ મોકલવાનું શરૂ કર્યું
—
"પૃથ્વી બચાવો."
એનો પ્રકાશ દરેક બાળકના સપનામાં પંહોચતો,
તેને કહી જાય —
"તારાની જેમ અડગ બન. પર્યાવરણ માટે દિશા દર્શાવ."
🌱 બાળકો જાગ્યા...
- કોઈએ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કર્યો
- કોઈએ વૃક્ષો વાવ્યા
- કોઈએ કપડા અને રમકડાં દાન આપ્યા.
દરેક બાળક ધ્રુવની જેમ દીપક બન્યો —
હરતો ફરતો તારલો, ભક્તિથી ભરેલો, સંસારમાં ઉત્સાહ ફેલાવતો.
પૃથ્વી માતાના આનંદના આંસુ વાદળોમાં રૂપાંતરિત થયા,
વરસાદ બની, જીવનથી ચમકતી સૃષ્ટિ ફરી જીવંત થઈ.
અને ધ્રુવના ચહેરા પર શાંતિ છવાઈ
—
તેણે અડગ ભક્તિનો પરિચય ભલે તારાના રૂપમાં આપ્યો,
પણ પૃથ્વી માટે અભિયાન શરૂ કરીને તેની ભક્તિને નવો અર્થ આપ્યો.
--
-
📖 શિક્ષા:
"કોઈ બીજું કરી લેશે" એ વિચાર છોડી દો.
શરૂઆત તમારાથી થાય — કેમ કે તમારામાં ધ્રુવ છે.
અડગ રહો, દાયક રીતે શ્રદ્ધા રાખો, અને પૃથ્વી બચાવો.
✨ તમે થઈ શકો છો
— ધ્રુવ જેવા ભક્ત, દિશાદર્શક, અને પૃથ્વી માતાના રક્ષક.
