ભારત મા...
ભારત મા...
1 min
2.4K
શાળા છૂટી. બધાંજ ઘરે જતાં રહ્યાં. આજે માને લેવા આવતા મોડું થયું. એકલતામાં નાનું હૃદય ડરી રહ્યું. આંખો વહી રહી. ડૂમો ભરાયો.....
મા.... મા... આંખો ખુલી. ભૂતકાળનું સ્વપ્ન તૂટ્યું. વર્તમાનથી અવગત કરતી દુશ્મન દેશની જેલના સળિયા દેખાયાં. ભારતીય સૈનિક હોવાની સજા રૂપે દુશ્મનો એ આપેલી સજાઓથી આખું શરીર પીડા આપી રહ્યું. પણ હૃદયમાં ડર નહિ. આંખોમાં આંસુ નહિ. સ્મિત વાળા હોઠોમાંથી શબ્દો સરી રહ્યા. મા...મા...ભારત મા...
