Margi Patel

Children Stories Inspirational Children

4  

Margi Patel

Children Stories Inspirational Children

બાળપણની વાત મારા કૃષ્ણની

બાળપણની વાત મારા કૃષ્ણની

2 mins
61


           કૃષ્ણ ભગવાનના બાળપણની વાત છે. એક દિવસ કૃષ્ણ, બલરામ અને તેમના દોસ્ત બહાર ફરવા ગયા હતાં. ફરતા ફરતા રસ્તો ભૂલી ગયા. અને સાંજ પડી ગઈ. તેથી કૃષ્ણ ભગવાને રાતે એ જ જંગલમાં રાતવાસો કરવાનું નક્કી કર્યું.          

         જંગલમાં ખુબ જ જાનવરો, ચોર ડાકુ રહેતા હતાં. ઘના જંગલમાં કૃષ્ણ, બલરામ અને તેમના મિત્ર એ તેમની સલામતી માટે વારાફરતી રાતે જાગવાનો નિર્ણય કર્યો. પહેલો વારો તેમના મિત્રનો હતો. પછી બલરામનો અને છેલ્લી કૃષ્ણનો. 

        પહેલો વારો તેમના મિત્રનો હતો. તો બલરામ અને કૃષ્ણ સૂઈ ગયા. એટલામાં જ મધ્યરાત્રિ એ એક રાક્ષસ આવ્યો. તેમના મિત્ર લડવા માટે તૈયાર જ હતાં. બંન્નેના વચ્ચે યુદ્ધ ચાલુ હતું. એટલામાં તેમના મિત્ર એ રાક્ષસની તાકતની સામે ડરીને બૂમ પાડવા લાગ્યાં. અને એ રાક્ષસને એક વરદાન હતું કે કોઈ તેનાથી ડરી ને બૂમ પાડે તો એ રાક્ષસનું કદ વધી જાય. અને એ પછી વિશાળ શરીરનો રાક્ષસ થઈ ગયો.         

       એટલામાં બલરામનો વારો આવ્યો જાગવાનો. બલરામ પણ એ રાક્ષસ સામે લડવાનું ચાલુ કર્યું. રાક્ષસ અને બલરામ વચ્ચે ખૂબ જ લડાઈ થઈ. બલરામ બૂમ પડે એમ એમ રાક્ષસનું કદ પણ વધતું ગયું. રાક્ષસનું આટલું મોટું કદ થતા બલરામ પણ ડરી ન ખૂબ જ મોટા અવાજથી બૂમ પાડી. અને રાક્ષસનું કદ પહેલા કરતાં પણ વધારે વધવા લાગ્યું. બલરામ પણ ખૂબ ડરી ગયા. 

          બલરામનો વારો પૂરો થયો જાગવાનો અને કૃષ્ણનો વારો આવ્યો. કૃષ્ણ ભગવાન હવે એ રાક્ષસ જોડે લડવા લાગ્યા. રાક્ષસ નું કદ ખૂબ જ વિશાળ હોવાથી કૃષ્ણ ભગવાનને પણ એકવાર તો બીક લાગી ગઈ. પણ કૃષ્ણ એ કઈ તેમના ચહેરા પર ના લાવ્યા.   

     જયારે જયારે કૃષ્ણ એ રાક્ષસથી હારતા ત્યારે ગુસ્સા થવાની જગ્યા એ તેના સામું હસતાં. રાક્ષસ એ દેખીને ખૂબ જ પરેશાન થતો. અને રાક્ષસનું કદ નાનું થતું જતું. ફરીથી કૃષ્ણ અને રાક્ષસ વચ્ચે યુદ્ધ શરુ થઈ ગયું. ફરીથી કૃષ્ણ હસ્યાં રાક્ષસ સામે. કૃષ્ણ ફરીથી રાક્ષસ સામે ગુસ્સો કરવાની જગ્યા એ હસતાં રહ્યા. એ દેખી ને રાક્ષસ નું કદ વધારે નાનું થઈ ગયું. વારંવાર બસ આવી રીતે કૃષ્ણ હસતાં ગયા. અને રાક્ષસ નું કદ નાનું થતું ગયું.          

       કૃષ્ણ ના આવું કરવાથી રાક્ષસ નું કદ એટલું નાનું થઈ ગયું કે રાક્ષસ કૃષ્ણ કરતાં પણ વધારે નાના કદ થઈ ગયું. અને પછી કૃષ્ણ એ એક જ વારમાં એ રાક્ષસનું માથું ધડ થી અલગ કરી નાખ્યું. અને એ કદાવર રાક્ષસ સામે કૃષ્ણ એ જીત મેળવી હતી.     

        રાક્ષસની સામે જીત મેળવતાની સાથે કૃષ્ણ ભગવાન તેમની નાની ઉંમર માં જ ખૂબ જ મોટી વાત શીખવી ને ગયા. માણસ ને ગમે તેટલી મુશ્કેલી આવે. પણ તે મુશ્કેલીથી દૂર ભાગવાની જગ્યા એ એનો સામનો કરવો એ મહત્વનું છે. મુશ્કેલીથી દૂર ભાગવાથી એ મુશ્કેલી દૂર નથી થતી. પણ તેની જગ્યા એ વધે છે. મુશ્કેલીનો સામનો દ્રઠ મનથી કરવાથી એ મુશ્કેલી નાની થઈ જશે. અને તેના સામે લાડવાનો કોઈ ને કોઈ ઉપાય પણ મળી જશે.


Rate this content
Log in