Kiran Purohit

Others Children

2  

Kiran Purohit

Others Children

બાળપણ ની યાદે

બાળપણ ની યાદે

1 min
37


ઉનાળાની સખત અનેઅકળાવી નાખતી ગરમી હોય છે. ત્યારે આપણે આતુરતાથી મેહુલિયાની રાહ જોઈએ છીએ. માનવો, પશુ પંખી બધા મેહુલિયાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. 

વરસાદની પધારમણી થાય છે સૌના મન આનંદમય થઈ જાય છે. વરસાદનું આગમન થવાનું હોય ત્યારે વાતાવરણ ખરેખર માણવા જેવું હોય છે. ઠંડો ઠંડો પવન આવતો હોય, આકાશમાં વાદળાએ પોતાનું સામ્રાજ્ય ફેલાવી દીધું હોય તેવું લાગે છે. વાદળોનો ગડગડાટ થવા માંડે છે. અને વાદળો  જાણે બધા કહેતો હોય કે હવે તમારી આતુરતાનો અંત આવવાનો છે.

આવા જ વાતાવરણમાં એક સાંજે હું મારી અગાસીમાં ખુરશીમાં બેઠીને એક નવલકથા  વાંચતી હતું. વરાવરણ બહુજ મનોરમ્ય હતું. મસ્ત ઠંડો પવન આવતો હતો. વરસાદની બુંદ મારો ચહેરા પર પડી. નવલકથાને મૂકી હું વાતાવરણનો આનંદ લેવા લાગી. વરસાદના છાંટા પહેલી પહેલીવાર ધરતીમાતા પર પડવાથી માટીની મીઠી મધુરી મહેક વાતાવરણમાં ફેલાય જાય છે આકાશ જાણે બાળક હોય અને ધરતીમા ને વહાલ કરતુ હોય તેવું દ્રશ્ય લાગતું હતું.

મને મારું બાળપણ યાદ આવી ગયું નાના હતા ત્યારે હુંઅને મારી સખીઓ વરસાદનો ખુબ આનંદ માણતા વરસાદમાં ખૂબ ભીંજાતા પહેલા વરસાદમાં નાહવાની ખૂબ મજાવતી. ખૂબ વરસાદ પડતો પછી તો અમારા ગામની નદીમાં પુર આવતું . અમે બધા પુર જોવા જતાં. વરસાદમાં ખુબ પાલળતા. બાળપણની યાદથી મારું મન મોર બનીને નાચવા લાગ્યું. નાના હતા ત્યારે કાગળની હોડી બનાવી પાણીમાં તરતી મુકતા. તે આનંદ અનોખો જ હતોજગજીત સિંહ ની ગઝલ યાદ આવી જાય છે 

 "એ દોલત ભી લેલો, યે સોહરત ભી લેલો,

યે શોહરત ભી લેલો મગર મુજકો લોટા દો

યે બચપન  કા સાવન 

એ કાગજ કી કસ્તી વો બારીશ કા પાની"



Rate this content
Log in