kiranben sharma

Children Stories Action Thriller

4.3  

kiranben sharma

Children Stories Action Thriller

અનોખું વ્યક્તિત્વ

અનોખું વ્યક્તિત્વ

1 min
213


   મુંબઈમાં છ વર્ષનો રામુ મા-બાપથી વિખુટો પડી ગયો, ગુંડાએ જોયું, તેણે રામુને ઉઠાવી લીધો. બે-ત્રણ દિવસ સારી રીતે રાખ્યા બાદ પગ કાપી રામુને અપંગ બનાવી દીધો. તેને ચાર પૈંડા લગાડેલી ઠેલન ગાડી પર બેસાડી મંદિરે ભીખ માંગવા બેસાડી જતા. રામુએ જોયું ત્યાં એના જેવા કોઈની આંખ, કોઈના હાથ - પગ, કાપી અપંગ બનાવેલા હતા. દિવસભરની ભીખ સાંજે ગુંડાઓને જમા કરાવવી પડતી. તોજ ખાવાનું, સૂવાનું મળતું.

     રામુ મોટો થતો ગયો. ગુંડાઓની હિલચાલ, કાળા ધંધા જાણવા લાગ્યો. રામુએ મનમાં નકકી કર્યું હું કોઈ બાળકને અપંગ નહીં બનવા દઉં, તેણે મનમાં જુદી યોજનાઓ વિચારી. પોલીસ સાથે દોસ્તી કરી. રામુ ગુંડાઓની ભયાનકતાથી સારી રીતે પરિચિત હોવાથી સાચવીને કામ કરતો, ગુંડાઓને શંકા ના જાય તેમ નજર રાખતો, આજુબાજુ રહેતો, કામ કરતો, તેમની વાતો સાંભળતો.

       રામુ ગુંડાઓની વાતમાં કોઈ બાળકો વિશે કશું જાણે તો પોલીસને જણાવી દેતો. આથી પોલીસ છાપો મારી બધાને બચાવી લેતી. ધીમે ધીમે બધા કાળા ધંધા, તેની જગા વિશે પોલીસને જણાવ્યા કર્યું, પરંતુ એક દિવસ રામુ આ કામ કરતાં કરતાં પકડાઈ ગયો. ગુંડાઓએ તેને ખૂબ માર માર્યો, જુલમ ગુજાર્યો, ટોર્ચર કર્યો. રામુ 13 વર્ષનો હોવાથી જુલમ સહન ન થતાં મૃત્યુ થયું. તેના મુખ પર વિજયનું તેજ અને હાસ્ય હતું. તેણે બીજાને બચાવ્યા, તેનું સુખ હતું.

      રામુ આજે સાચા અર્થમાં શહીદ થયો. તેને વીર મૃત્યુ મળ્યુ..આજે ઘણી અપ્રકાશિત વ્યક્તિ છે, જે અલ્પ જીવનમાં ઘણું સારું કાર્ય કરી મૃત્યુ પામે પણ દુનિયાને ખબર સુદ્ધાં પડતી નથી.


Rate this content
Log in