Margi Patel

Children Stories Comedy Inspirational

4  

Margi Patel

Children Stories Comedy Inspirational

અકબર બીરબલ - એક ખેડૂત

અકબર બીરબલ - એક ખેડૂત

3 mins
293


એક દિવસ દરબારમાં અકબર સામે એક ખેડૂત તેના પાક નો સોદો લઈને આવ્યો હતો. અકબરે ખેડૂત જોડેથી બધું જ અનાજ લઈ લીધું. પણ દરબારના સિપાઈઓ મહારાજને કહેવા લાગ્યાં કે, "મહારાજ આ ખેડૂત ને તમે વધારે પૈસા આપી દીધા છે. અને અમને શંકા છે કે આ અનાજ બધું આ જ ખેડૂતનું નથી. " અકબરે સિપાઈની વાત સાંભળીને સિપાઈની વાતમાં આવી ગયાં. અને એ ખેડૂત ને દરબારમાં લાવવાનો આદેશ આપ્યો.

સિપાઈઓ એ ખેડૂત ને લઈને આવ્યા. ખેડૂત મહારાજા સામે આવીને હાથ જોડીને વિનંતી કરવા લાગ્યાં કે, " મહારાજ આ બધું જ અનાજ મારૂ જ છે. મેં જ આ ખેતર લઈને અનાજ વાવ્યું હતું. " પણ અકબર કંઈ માન્યા જ નહીં અને તરત જ ખેડૂત ને સજા સ્વરૂપે પાંચ જ દિવસ માં બધાં જ પૈસા ચૂકવવાનો આદેશ આપ્યો. અને જો પાંચ દિવસ માં પૈસા નહીં આપે તો ફાંસીનો આદેશ આપ્યો.

બીરબલને આ બધી વાતની જાણ થતાં તરત જ બીરબલ ખેડૂત પાસે ગયો. ખેડૂતે બધી વાત કરી. અને કહ્યું કે, " મેં અનાજ વેચેલા પૈસા મેં જે ખેતર લીધું હતું તેનો હિસાબ ચૂકતે કરી દીધો. તેથી મારા જોડે એક પણ રૂપિયો નથી. " બીરબલે ખેડૂત ને દિલાસો આપી ને ત્યાંથી મહારાજા જોડે ગયાં.

બીરબલે મહરાજાને એક શાલ આપી. બીજા દિવસે એ શાલનો વેપારી દરબારમાં આવ્યો. અને કહેવા લાગ્યો, " મહારાજ આ શાલ મારા દુકાનની છે. આ શાલ મારી છે. " અકબર બીરબલના સામે દેખે છે. અને વેપારી ને કહે છે, " મેં કાલે તો તારા જોડેથી આ શાલ ખરીદી હતી. " શાલનો વેપારી કહે છે, " હા પણ એના પહેલા આ શાલ મારી હતી. " આ વાત સાંભળીને અકબર તરત જ બોલ્યો, " જ્યાં સુધી કંઈ સોદો નહોતો થયો ત્યાં સુધી આ શાલ તારી હતી. પણ જયારે બીરબલે તારા જોડેથી શાલ લઈને તને પૈસા ચૂકવ્યા ત્યારે આ શોલ બીરબલની થઈ ગઈ. "

આ વાત પૂરી થતાં જ બીરબલ અકબર સામે હાથ જોડીને કહેવા લાગ્યો કે, " મહારાજ હું પણ તમને એ જ કહી રહ્યો છું. કે એ ખેડૂતે બીજા ખેતરનો સોદો કરી લીધો હતો. અને આપણા જોડે અનાજ વેચીને એ ખેતરના પૈસા પણ ચૂકવી દીધા હતાં. તો આ બધો જ પાક આ ખેડૂતનો જ છે. "

અકબરે તરત જ આદેશ આપતાં કહ્યું કે, " સિપાઈઓ જાઓ પેલા ખેડૂત ને લઈને આવો. અને સન્માન સાથે તેના ઘરે છોડી ને આવો. " સિપાઈ મહારાજ ના આદેશ પ્રમાણે ખેડૂત ને છોડી તેના ઘરે મૂકી ને આવ્યા. અને ભરી સભામાં અકબરે બીરબલની તારીફ કરતાં કહ્યું કે, " બીરબલ તું હંમેશા મને સાચી રાહ બતાવે છે. તારા વગર આ રાજ દરબાર અધૂરો છે. તારી આવીજ હોશિયારી ને હું ઈનામ આપવા માંગુ છું. " બીરબલ તરત જ હસતાં હસતાં બોલ્યો, " શું મહારાજ? મને શું મળશે ઈનામ માં? " અકબર મુસ્કરાતા બોલ્યા, " આજ થી તને એક પણ છુટ્ટી નહીં મળે. " રાજ બરબાદમાં બીરબલ સાથે બધાં જ લોકો હસવા લાગ્યાં.


Rate this content
Log in