STORYMIRROR

Dineshbhai Chauhan

Children Stories Inspirational Children

3.4  

Dineshbhai Chauhan

Children Stories Inspirational Children

આત્મસંતોષ પરમ સુખ

આત્મસંતોષ પરમ સુખ

2 mins
115


    કોઈ એક પરિવાર ચોમાસાની ઋતુમાં પોતાના ઘરના સભ્યોને લઈને કોઈ જંગલમાં પિકનિક મનાવવા માટે ગયા. ઘરના તમામ સભ્યોએ દિવસનું જમવાનું સાથે લઈ લીધું. પોતાની ગાડી લઈને પોતાની નક્કી કરેલી જગ્યાએ પહોંચી ગયા. ત્યાં એક બાજુ પોતાની ગાડી પાર્ક કરીને પોતાના બે બાળકો અને પત્ની સાથે જંગલમાં ફરવા ગયા. થોડાક દૂર થયા ત્યાં નાનું બાળક કે જેની ઉંમર પાંચ વર્ષની હશે. તે લપસણી જગ્યા પર લપસી પડયો.

        આ નાનું બાળક લપસી પડવાથી તેના હાથે અને પગના ઘુંટણ પણ સામાન્ય લોહી આવ્યું. તે બાળક ખૂબ જ રડવા લાગ્યો. તેના કપડા માટીના ગાળા વાળા થઈ ગયા. તેને તેના પિતાએ ખૂબ સમજાવ્યો. પણ તે માન્યો નહિ અને રડવાનું ખૂબ જ ચાલું રાખ્યું. તેની માતાએ પણ સમજાવ્યો પણ કોઈની વાત માની નહીં. ત્યારે તેના માતા-પિતા તેને રડતો લઈને આગળ ચાલ્યા. થોડાક જ આગળ ગયા હશે. ત્યારે આ બાળકનો મોટો ભાઈ

અચાનક લપસણી માટી આવવાથી તે પણ નીચે પડી ગયો. અને તેના કપડાં ખૂબ જ માટીવાળા થઈ ગયા. હવે આ નાનું બાળક તેના મોટા ભાઈ ને પડવાથી તેની જાતે ખૂબ જ હસવા લાગ્યો. કે જે થોડા સમય પહેલા તેના માતા-પિતાના સમજાવાથી પણ સમજો નહીં. તે તેના મોટાભાઈના પડવાથી ખડખડાટ હસવા લાગ્યો.

        નાનું બાળક તેના પિતાનો હાથ પકડીને ચાલવા લાગ્યો. અને તે તેના પિતાને કહે કે પપ્પા ભાઈ ના કપડા કેવા મેલા અને કાદવવાળા થઈ ગયા. ખુબ મજા આવી ગઈ ને પાપા.

      મિત્રો, આપે પણ કંઈક આજ રીતે પોતાની જાતને દુઃખી માનતા હોઈએ છીએ. કોઈકવાર બીજાનું સુખ આપણને વધુ દુઃખી કરતું હોય છે. આપણે પોતાની જાતને વધુ દુઃખી માનીએ છીએ. આપણે બીજાના સગવડો, પ્રાથમિક જરૂરિયાતો અને તેની રહેણીકરણીથી વધુ દુઃખી થઈએ છીએ. પરંતુ આપણા જોડે કેટલીય વસ્તુઓ હોય છે. તેને સુખ માનતા નથી અને વધુ દુઃખી થઈએ છીએ.


Rate this content
Log in