Bhavna Bhatt

Others Children

2  

Bhavna Bhatt

Others Children

આત્મનિર્ભર

આત્મનિર્ભર

1 min
58


આત્મનિર્ભર એટલે પોતાની જાતે જ પોતાના કામકાજ કરવાં.

આત્મનિર્ભર એટલે સ્વમાનથી જિંદગી જીવવી...

આત્મનિર્ભર બનીને સુરક્ષિત રહેવું ... પોતાનામાં મસ્ત રહેવું...

કોકનો એકાદ શબ્દ પણ આપણી જિંદગીની શાંતિ સળગાવી દે છે અને આપણો મૂડ ખરાબ થઈ જાય છે તો શું આપણે એટલાં બધાં નબળા છીએ કે આપણો ગુસ્સો... આપણો પ્રેમ... આપણી તમામ લાગણીઓ... દિલની ભાવનાઓ પર બીજા નું નિયંત્રણ રહે...!

માટેજ આપણે આત્મનિર્ભર બની ને પહેલાં તો જાત ને સુરક્ષિત કરવાની છે પછી જ આપણે કોઈ ની સામે ઝૂકીશું નહીં...

આપણી જાત પર તો આપણું પોતાનું જ નિયંત્રણ હોવું જોઈએ જેથી આપણું આત્મબળ ડગે નહીં.... આપણે કંઈ ચાવી દીધેલા પૂતળા છીએ કે કો'ક નાં નચાવ્યા નાચે જઈએ..!!!

આપણું પોતાનું એક આગવું વ્યક્તિત્વ ઉપસવુ જોઈએ અને એનાં માટે આત્મનિર્ભર બનવું એ પહેલી શરત છે...

તો આત્મનિર્ભર બનીને આપણું જ કલ્યાણ કરીએ.


Rate this content
Log in