આપણી ગાય માતા
આપણી ગાય માતા
આપણાં હિન્દુ ધર્મમાં ગાય માતા નું ખુબજ મહત્વ છે એ આપણાં વડવાઓ એ કહ્યું છે જો સમજીએ તો. આપણાં હિન્દુ ધર્મની ભાવના સમજીએ. જ્યારે દીકરીનાં લગ્ન થાય છે ત્યારે લગ્ન ગીત છે અને ઘણી જગ્યાએ એ પ્રમાણે અમલ પણ થાય છે.
પહેલું પહેલું મંગળિયું વરતાય રે. પહેલે મંગલ ગાયોનાં દાન દેવાય રે.
આમ લગ્નમાં ગાયનું દાન દેવાય છે. જેથી સાસરીમાં કોઈ મુસીબત આવે તો દીકરી ગાયનું દૂધ, ઘી ખાઈ શકે અને પરિવારનાં દુઃખી નાં રહે એ જ આશયથી ગાયનું દાન આપવામાં આવે છે.
એટલે જ ગાયને કામધેનુ કહેવામાં આવે છે. ગાય માતાનું ગૌ મૂત્ર આર્યુવેદ માટે ખૂબ જ ઉપયોગી છે. ગાયનું છાણ પણ ગુણકારી છે. ગાયનું ઘી તો ઉત્તમ છે.
પછી જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે તેરમા દિવસે ગાયનાં પૂંછડે પાણી પીવડાવવાનું ભૂદેવ કહે છે જેથી મરનારની આત્મા ને દુઃખ નાં પડે. અને જ્યારે સજ્જા ભરવામાં આવે છે ત્યારે પણ ખાટલામાં ચાંદીની ગાય, વાછરડા સાથે મૂકવામાં આવે છે.
આપણાં વડવાઓ અને હિન્દુ ધર્મમાં ગાય માતાનું કેટલું બધું મહત્વ છે એ સમજવું પણ જરૂરી છે. ગાય માતા માં તેત્રીસ કોટિ દેવતાઓનો વાસ છે.
જય ગાય માતા.
