STORYMIRROR

Kalpesh Patel

Children Stories Drama Classics

4.5  

Kalpesh Patel

Children Stories Drama Classics

આબરૂ

આબરૂ

2 mins
36

 હકીમનો ઉકેલ – પાનું ૮

શીર્ષક: “આબરૂ ”

બગદાદના દરબારમાં આજની સવારે કંઈક અલગજ નજારો હતો. બાદશાહના દરબારે અરબના રાજાઓ અને દરબારીઓની હાજરીમાં એક સિંહનું પાંજરું મુકાવાયું હતું.

પાંજરામાં હતો એક ઉગ્ર અને કદાવર સિંહ. આરબ શાહે ઘોષણા કરી:

"આ સિંહને કોઈ એના શરીરનો સ્પર્શ કર્યા વિના પાંજરામાંથી બહાર લાવે તો એને આરબ હુકૂમત તરફથી શાહી ઈનામ મળશે. પણ ફક્ત ત્રણ પ્રયાસ."

દરબાર શાંત હતો. દરેકે પાંજરા સામેના પડદા પાછળ જોઈને અંદાજ લગાવ્યો — પણ સિંહની ભયાનક દહાડની કલ્પના હૃદય ઘંઘોળી નાખે એવી લાગતી હતી.

પ્રથમ પ્રયાસ:
એક પ્રખ્યાત મૌલવી આગળ આવ્યો. તેણે પાંજરાની સામે પવિત્ર કુરાનના મંત્રોચાર શરૂ કર્યા. શાંતિથી મંત્ર ઉચ્ચાર્યા, દુઆ કર્યાં — પણ અંદરથી કોઈ હરકત ન થઈ. સિંહ ટસનો મસ ન થયો, યથાવત રહ્યો.

દ્વિતીય પ્રયાસ:
હવે એક તાંત્રિક ભુવો આવ્યો. તેણે વળાંકે ફેરવ્યાં, ભસ્મ ઉડાડ્યું, જુદા જુદા ટૂણાં કરી ફૂંક માર્યો — પણ સિંહ જ્યોનો ત્યો જ રહ્યો. હવે એક પ્રયાસ બાકી રહ્યો હતો.

બાદશાહને લાગ્યું કે આ તો બગદાદની આબરૂનો સવાલ છે. તેથી તેઓએ હાસમ હકીમને યાદ કર્યો.
"હાસમ, તું તો મારા ભરોસાનો આધાર છે. બગદાદની લાજ હવે તારા હાથ છે. જો કોઈ કશું કરી શકે તો તું જ."

હાસમ હમેશાની શાંતિ અને તેજસ્વી આંખો સાથે ડર વગર પાંજરા પાસે પહોંચ્યો. થોડી ક્ષણો સુધી તેણે માત્ર નિરીક્ષણ કર્યું. આંખે જોઈ રહેલો સિંહ તેને કોઈ બાજુથી જીવતો લાગતો નહોતો. દુઃસાહસ થતું હતું, છતાં હાસમના મગજમાં બીજું જ કંઈક ચાલતું હતું.

અચાનક તેણે રાજનગર રસોડેથી લાકડાં મંગાવ્યાં અને પાંજરાની આસપાસ બે-ત્રણ જગ્યાએ તાંપણા સળગાવ્યાં. દરબારજનો અચંબિત થયા — "હાસમ શું કરી રહ્યો છે?"

થોડી વારમાં અંદરથી ખુસપુસ અવાજો બંધ થઈ ગયા... સિંહની દહાડનો ભય પણ દરબારીઓના મનમાંથી દૂર થઈ ગયો... હવે બધું શાંત હતું.

હાસમએ પરદો હટાવ્યો — પાંજરું ખાલી હતું.
આખો દરબાર ચોંકી ગયો.

બાદશાહે આશ્ચર્યથી પુછ્યું:

"સિંહ કઈ રીતે ગાયબ થઈ ગયો?"

હાસમ હલકી સ્મિત સાથે બોલ્યો:

"મહેરબાન શાહ, એ સિંહ અસલી નહતો... એ મીણનો હતો. તાપણાની ગરમીમાં એ ઓગળી ગયો."

દરબાર તાળીથી ગુંજી ઉઠ્યો. શાહે ખુશીથી હાસમને ગળે લગાવ્યો અને કહ્યું:

"હાસમ, તું ફક્ત હકીમ નહીં — તું તો બગદાદ હકુમતનો જાદૂગર છે."


સંદેશ:

દરેક વસ્તુ એવી નથી જેવી દેખાય છે. જુસ્સાથી નહીં, બુદ્ધિથી કામ લેવું એ સાચી શૌર્ય છે.
હાસમ હકીમ ફરી એક વાર જીત્યો — ભય નહીં, સમજ એને જીતાડી ગઈ.




Rate this content
Log in