યુગ-યુગાંતર
યુગ-યુગાંતર
ચિત્રની સીધી ચોખવટ છે,
ચાંદનીમાં એક કપટ છે.
લાગતું દેખાવે ભાતીગળ, બધુ જ સરખું છે,
વાયુ, પૃથ્વી, અગ્નિ, જળ, કૂંપળ બધુ સરખું છે.
માણસોના રંગોની આ રમત છે,
હોય થોડું અલગ કે સ્થિર બધુ ચંચળ છે.
સંદેશો એ જ, ભાષા ભલે જૂની નવી,
મૂળાક્ષર જીર્ણ હોય કે ઝાકળ બધુ સરખું છે.
માણસ માણસને શોધે તે આ રમત છે,
બાકી કાળાન્તરે કેવળ બધુ સરખું છે.
એક ઉતર્યો છે તથ્યનાં પેટાળમાં,
તો બીજો તેને અલગ તારે છે.
એક ડગલું આગળ ને બીજુ ડગલું પાછળ,
આ યુગ યુગાંતરનો છળ છે, બાકી બધુ સરખું છે.
સૂરજ-ચાંદ-તારા ત્યાનાં ત્યાં જ છે,
એક વલખા મારતો માણસ,
તો !બીજો વિખૂટા પડકાર છે,
ઇતિહાસ પર તો ઘાસ ઊગી ગયું,
આ તો મોહમાયાની રમત છે.
ચિત્ર સાવ સરળ છે,
બાકી બધુ સરખું છે.
