Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sheetal Bhatiya

Others

3  

Sheetal Bhatiya

Others

યની(પિયુ)જીતનો હાર!

યની(પિયુ)જીતનો હાર!

1 min
209



સજવું, શણગરવું ગમે છે !

આ દેહને નેહ, આમ કરવો ગમે છે !


માંગ ટીકો સોહાય છે,

અનેરી નકશી ભાતનો !

નયનરમ્ય રુપેરી રુપનો સંગી,

એ તો ચાંદસમ જાતનો!

સજવું...


ભ્રમરોની મદ્યે તેજોમય તેજની,

જડેલી રંગીન આ બિંદીયા !

ઈન્દ્રધનુષી લાગ્યા રંગો,

સ્વપ્ન ભરેલી થઈ નીંદિયા !

સજવું...


નયનો કાળી કાજળે અંજાયા,

અશ્રુ સારી પછી ઠંડકે મ્હાલ્યા !

આ જગમહીંના અંધારે,

તિરછી નજરે જ સ્નેહઝરણ ઝાલ્યા

સજવું...


આ ચમકતી નથ તો છે,

પ્રતિક ઝળહળતું સ્વાભિમાનનું !

સજે એ તો 'સ્વ'માં જ મોહક,

ન ઝેલે એ કોઈનો વાર અભિમાનનું !

સજવું...


કાનની બાલી તો છુપાઈ જાય,

એવી છાનીમાની સુંવાળા કેશમાં !

મધમીઠા હોઠે મીઠી બોલી બોલતી,

મર્યાદા જેમ કેશ પર ઓઢેલી ચુનરીયા વેશમાં !

સજવું...


ભાગ્યહસ્તની કર્મરેખા તો,

રંગીલી રંગી છે નખરંગી !

ને કડા-ચુડિયોના ખનકતાં ખણ ખણ,

ઝણકારથી લખ-લખરંગી !

સજવું...


પાયલના ગુંજે ગુંજતી સંપુર્ણ,

રળિયામણી દિસે અપ્રતિમ સૌંદર્યવાન નાર !

વસ્ત્રે પ્રીતના આભલે ગુંથેલી કળા જેવી,

જોતી રાહ આંગણે બેસી એ શમણે,

પ્રિયની(પિયુ)જીતનો હાર !

  

સજવું, શણગરવું ગમે છે !

આ દેહને નેહ, આમ કરવો ગમે છે


Rate this content
Log in