યાદો વસાવી છે હૃદયમાં
યાદો વસાવી છે હૃદયમાં
1 min
234
ઘણી યાદો વસાવી છે હૃદયમાં એક શમણાંથી,
વિના સંકોચ એથી તો ફરું છું રોજ જલસાથી.
મિટાવો ભેદ ભીતરના પછી દેખાય એ તમને,
દટાયા છે જુઓ સપના અહીં તો કૈંક અરસાથી.
મને મંઝિલ મળી ના ત્યાં છતાં શ્રદ્ધા ન મેં છોડી,
પછી આંબી સફળતાને જુઓ મેં એ જ રસ્તાથી.
યમુના આજ પૂછે છે ગયું છે કોણ છોડીને?
પડી છે ભાત કિનારે કનૈયાના જ પગલાંથી.
વલોવીએ હૃદય ત્યારે બને છે એક આ રચના,
નથી બનતી ગઝલ 'હેલી' ઉછીના એક મત્લાથી.
