યાદ છે કૈંક તને?
યાદ છે કૈંક તને?
ના અહીં અનરાધાર વરસ તું કે વાગે છે તારી આ ધાર મને,
ક્યાંય અહીં દૂર સુધી ના દેખાતો બીજો કોઈ આધાર મને;
સળગી ઊઠી છું અગનજ્વાળાએ સાંબેલાધારથી તારી હવે,
હજી કેટલી વાર ભીંજાવીશ આરપાર મૂશળધાર મને હવે?
યાદ છે પેલી પ્રખર સહરાના રણની ધોમધખતી માટી તને?
મૃગજળે આંજેલી નજરોથી ધારદાર આરપાર જોતી તને!
વરસોના વરસ ગયા ત્યારે ફળ્યો સંતાપ આજે જાણે લાગે,
જોઈ લઉં હવે મને અંતરે કેવો વિતરાગ વહેતો જાણે લાગે?
એમ જ નથી અહી કોઈ વરસ્યું એકાદું વાદળું કહેવા કૈંક તને;
શ્વાસોમાં ભરેલી આંખોથી છલકેલી અલ્લાબેલી યાદ છે કૈંક તને?