STORYMIRROR

Rutambhara Thakar

Others

3  

Rutambhara Thakar

Others

વટનો કટકો

વટનો કટકો

1 min
174

બેનબા અમારાં વટનો કટકો,

બધાયથી ભારે એમનો લટકો,

સમજાય તો ટકો,

બાકી ના સમજાય તો

અહીં જ છટકો..!


કામમાં ઢેકો એમનો નમે નહીં, 

ને તોય ઘરમાં એમને કોઈ દે 

નહીં સટકો...!


ફૂલફટાંક થઈ ફરી ખાવું, 

ખાટલેથી પાટલે ને

પાટલેથી ખાટલે એવો

એમનો ફૈડકો...!


બેનબાને કોઈ ટોકે તો

મગજ એમનું ઝેલતું ના ઠપકો,

સટાક દઈને મોઢું તોડે

એવો એમનો ભપકો...!


ઉંમર થઈ બેનબાની

ઘણાંએ કીધું હવે તો અટકો,

પણ સાંભળે એ બીજા

કહે જાવ આઘા 

તમે મને કણાંની 

જેમ ખટકો...!


એક દિ' કીડીએ

ભર્યો બેનબાને ગાલે ચટકો,

જાતે ગાલે તમાચો ઝિંકી

દઈ આપ્યો બધાને ઝટકો...!


વટ તો એમનાં અસ્તિત્વનો

આધારીત ટેકો,

એમાંને એમાં વીતી ગયાં 

દશકો...!


એમનાં વટની વાતો આગળ 

ગમે તેટલાં માથા પટકો,

બેનબા ટસનાં મસ ના થાય

ભલે કામે લાગે ગમે તેટલાં 

ઘટકો...!


આ વાત જો તમને સમજાય

તો અહીંથી છટકો,

બાકી આવા બેનબા જેવા

તો ઘેર ઘેર છે નાટકો...!


Rate this content
Log in