વતનની યાદ
વતનની યાદ
1 min
516
પડી આદત તને જગથી ઠગાઈ જાવાનું,
મળી જાશે એમાંથી પણ કમાઈ જાવાનું,
સબંધોના છે અર્થો કેટલા બધા જગતે,
ભલે ના ઉકલે, સંસારે છપાઈ જાવાનું,
વતનની યાદમાં ઝૂરીને ગીત ગાવાના,
પછી પરદેશમાં જઇ ગોઠવાઈ જાવાનું,
ભરી લે પુણ્યનું ભાથું, જીવી લે મોજેથી,
એ પેલ્લાં શેં કરીને ખોટકાઈ જાવાનું ?
રમત છે આપણી વચ્ચે કેવી અજબ જેવી,
શરૂ અલ્પા થયા કેડે ફસાઈ જાવાનું.
