વતનની યાદ આવે છે
વતનની યાદ આવે છે
ભીની માટીની આજ, સુગંધ આવે છે,
માદરે વતનની મીઠી, યાદ આવે છે.
વતનની યાદ.....
ગામને પાદર વિશાળ, વડલો રે શોભતો,
જટાળો જોગી જેવો વર્ષોથી ઉભો છે.
પશું-પંખીઓ છાંયડે બેસી જાય.
વતનની યાદ.....
વડલે બાળકો રમતાં, ને હીંચકો રે ખાતાં,
થાક્યા પાક્યા મુસાફરો, સુઈ રે જાતા.
વડલો વતનની શોભા ગણાય.
વતનની યાદ......
ગામભાગોળે સુંદર તળાવ, હિલોળા મારતું,
પાળે મંદિર રોશનીથી ઝળહળતું.
મંદિરયે શિવલહેરી સંભળાય.
વતનની યાદ....
ગામની વચ્ચે બે ત્રણ ચોતરા આવેલ છે,
ચોતરાની વચ્ચે લીમડા ને પીંપળ રોપેલ છે.
સવાર સાંજ લોકોનો ચૉરો ભરાય.
વતનની યાદ....
મારું પાદર લીલી નાઘેરથી લહેરાય છે,
સીમ શેઢાં, ખેતરે લીલો પાક મલકાય.
વનવગડે શીતળ વાયરો વાય.
વતનની યાદ.....
મારા ગામમાં દવાખાનું, શાળા સ્કૂલની સગવડ છે,
લાઈટ, પાણી ને ગટરની સારી સગવડ છે.
ગોકળિયું ગામ મારું સ્વચ્છ દેખાય.
વતનની યાદ આવે છે...
