વસંતે ખર્યા પાંદડા ઝાડનાં
વસંતે ખર્યા પાંદડા ઝાડનાં
1 min
471
વસંતે ખર્યા પાંદડા ઝાડના,
નથી દોષ આમાં કશું વાડના !
પ્રગટ થાય અંદરથી જો પ્રેમ તો,
પુરા થાય છે અભરખા લાડના.
ઉનાળે નથી આવતા કામમાં,
ન મળતા છાંયડા કદી તાડના.
જરૂરત રહી છે હમેંશાં તને,
પડી ટેવ છોડાય તો પાડ ના.
અનુકૂળ આવે જગત એટલા
અહીંયાં બધા વૈદ છે નાડના.
