STORYMIRROR

Chaitanya Joshi

Others

4  

Chaitanya Joshi

Others

વર્ષારાણી.

વર્ષારાણી.

1 min
13.4K


કુમકુમ પગલે આવી વર્ષારાણી વધાવે ધરાનાં લોક.

ગાજવીજને ઘટાટોપ એંધાણી વધાવે ધરાનાં લોક.


વરસી આભેથી અમીધારા વસુંધરાને હરખ હેલી,

રીમઝીમમાંથી અનરાધાર જાણી વધાવે ધરાનાં લોક.


દિવાકરને દીધો છૂપાવી સામ્રાજ્ય પોતાનું જમાવે,

ઠેરઠેર વહ્યાં સઘળે કેવાં પાણી વધાવે ધરાનાં લોક.


જળરાશિ એણે દીધી છલકાવી ચિંતા દીધી ટાળી,

સહુએ વર્ષાને પોતાની જ જાણી વધાવે ધરાનાં લોક.


બાલકવૃંદ કરી શોરબકોર બનાવીને હોડી તારવે,

ગરમ ગરમ ભજિયાં ખાણીપીણી વધાવે ધરાનાં લોક.


Rate this content
Log in