વરસોને વ્હાલમ
વરસોને વ્હાલમ
તમે ખૂબ વરસો ને વ્હાલમ,
ધરતીને છે બહુ પ્યાસ વ્હાલમ.
તમે સંતાકૂકડી ના રમો વ્હાલમ,
તમે ધરતીને ના તડપાવો વ્હાલમ.
તમે માનવને ના અકળાવો વ્હાલમ,
સૂકી ધરતીની પ્યાસ છીપાવો વ્હાલમ.
ઝરમર વરસો કે ધોધમાર વરસો,
મૂશળધાર વરસો કે અનરાધાર વરસો,
લગાતાર તમે વરસો વ્હાલમ.
શીતળ નીર તમે વરસાવો વ્હાલમ,
નાનાં બાલુડાંને નવડાવો વ્હાલમ.
પશુપંખીઓ ને હરખાવો વ્હાલમ,
નદી નાળાં ને છલકાવો વ્હાલમ.
ધરતીનાં તળને ઊંચે લાવો વ્હાલમ,
જગતના તાતને હસાવો વ્હાલમ.
ભીની માટીની મહેક ફેલાવો વ્હાલમ,
ચાતક-બપૈયા ગીત તમારાં ગાય વ્હાલમ.
અંકુર ફૂટ્યા છે મારા દિલમાં વ્હાલમ,
તમે સદા વસો મારા ઉરમાં વ્હાલમ,
વરસાવો વહાલ અનરાધાર વ્હાલમ.
