STORYMIRROR

Manu V Thakor

Others Inspirational

2  

Manu V Thakor

Others Inspirational

'વરસી જા...વ્હાલા'

'વરસી જા...વ્હાલા'

1 min
2.8K


ભરી અભ્રજળ આમ તું આવી ચડે છે,
ધારણાએ અમારી તું ક્યાં પડે છે,
અષાઢને કોરોધાર રાખીને,
શ્રાવણમાં પણ હજુ તું સરવડે?
એમ અમને ક્યાંથી પરવડે.
ફોરે ફોરે તું ફેલાઈ નહી શકે,
નદી-નાળે રેલાઇ નહીં શકે,
તુજ વિણ ઘરાતત્વ જો કેવાં ટળવળે?
રોજ તું ચડે છે,
ચડાવી અમ ઉરે આશ,
મચાવી ખળભળાટ,
પાછો વળે છે,
દેડકાના ડ્રાઉને,
મોરલાનાં ટહુકારને તું ક્યાં કળે છે,
વરસી જા વા'લા આ વેરાન વગડે,
ચડી આભે અમથો અમથો કાં ગગડે છે?


Rate this content
Log in