STORYMIRROR

KAVI SHREE MARUTI

Others

3  

KAVI SHREE MARUTI

Others

વરસે આભ

વરસે આભ

1 min
246

ઝરમર ઝરમર વરસે આભ,

આ તરસી ધરા પર પડતું આબ...


વાદળ ઉમટ્યાં 'ને વાયરા ફૂંકાયા,

તરુવરે નમી નમી શિર ઝૂકાવ્યા,

જાણે આવી કન્યા તણા લગ્નની છાબ..

આ તરસી ધરા પર પડતું આબ...


શિયાળો સૌને ઠંડક આપી ગયો છે,

ઉનાળો સૌને ગરમી આપી ગયો છે,

ચોમાસું ભીંજવશે આજ કાળું આભ...

આ તરસી ધરા પર પડતું આબ...


લીલી જાજમ હવે ધરા પાથરશે,

રવિ કિરણ પછી ડગલા ભરશે,

શું આવું દ્રશ્ય સ્વર્ગમાં મળશે સા'બ...


આ તરસી ધરા પર પડતું આબ...

ઝરમર ઝરમર વરસે આભ.


Rate this content
Log in