વરસાદ
વરસાદ
1 min
331
ધરતી સાદ પાડી બોલાવે,
ને તું ગડગડાટ સાથે મળવા આવી દોડે,
વિરહની ક્ષણો આકરી વિતાવ્યા પછી,
સુખદ મિલન ક્ષણો આવી વસે.
ઝરમર નેહ વરસે, મુશળધાર મેહ વરસે
વીજળી ઓ કડકે, વાદલડી ગરજે,
ફરફર ફોરા ફરકે,
ઘનઘોર સાંબેલા ધારે વરસે,
મન ભીંજવે, તન ભીંજવે,
નેહના સાદે, સરેઆમ ભીંજવે,
મને ભીંજવે, તને ભીંજવે,
પ્રેમના સાદે ખૂલે આમ ભીંજવે,
ભીંજવી કે ભીંજાઈ જવાની છે આ મૌસમ
કોઈ ને કોઈ સાદ ના ભીંજવે
જેને કોઈના ભીંજવે
એને આ આકળ વિકળ,
વરસાદ ભીંજવે.
