વરસાદ
વરસાદ
1 min
354
કટાણે કયાં આવ્યો મેહૂલિયા
ખેડૂત થઈ જશે પાયમાલ,
ખેતર ગાળવી બીજવારા લાવી
વાવણી કરવા થયાં લોકો તૈયાર,
કટાણે કયાં આવ્યો મેહૂલિયા,
કેવી જામી છે લગ્નની સીઝન
આમંત્રણ અપાઈ ગયાં ને
તેડાવી. જોડાઈ જાજેરી જાન
સગાં સંબંધીઓ તેડાવ્યા,
બનાવ્યા જોને મેવા પકવાન
અવસરની મજા બગાડી
કટાણે કયાં આવ્યો મેહૂલિયા,
ભર શિયાળામાં આવ્યો
રવિપાક ને પણ બગાડ્યો
કેવો ચોમાસાની જેમ વરસે
કયાંક હળવો ને મુશળધાર,
ખમ્મા કર મારા વા'લા મેઘ
અટાણે કેમ કરી જીરવાય
કટાણે કયાં આવ્યો મેહૂલિયા.
