STORYMIRROR

Vrajlal Sapovadia

Drama

3  

Vrajlal Sapovadia

Drama

વૃંદાવનનો વાલમ

વૃંદાવનનો વાલમ

1 min
321


વૃંદાવનના વનમાં વહેતો વેગે વાયુ,

ફૂલની ફોરમ ફરતી ફરતી ફાગણ ફળતી,

 

નંદનો નાનકો નચાવે નાર નગરની,

વટથી વરસે વહાલે વહાલનો વહાર,


રંગેચંગે રસથી રમતા રાસ રાતે રમણીય,

નાચ નીરખતા ના'આવે નયને નીંદર,


ગીત ગાઈને ગામ ગાંડુ ગરજે,

જશોદા જુએ જાયાની જાજેરી જંજાળ જયારે,


રાધા રમતી રમતી રાસ રટતી રાજ,

મનમાં મલકે માણીગર મારો માલિક મલકનો,


વૃંદાવનના વનમાં વહેતો વેગે વાયુ વિરાટ,

રાધા રમતી રાસ રટતી રાણાનું રાજ.


Rate this content
Log in