વૃક્ષો છે ઉપયોગી
વૃક્ષો છે ઉપયોગી
1 min
252
જેમ જેમ ધરતી પરથી થઈ રહી છે વૃક્ષોની કમી,
તેમ તેમ દિવસેને દિવસે વધી રહી છે ગરમી,
વૃક્ષોને વાવો અને એનો ઉછેર કરો,
વૃક્ષો વિનાની દુનિયા ક્યાં કોઈને ગમી ?
મૂળ આશય આપણો વૃક્ષ વાવીને મોટા કરવાનો છે,
પછી ભલેને એ છોડ હોય કે પછી હોય કલમી,
ચારે બાજુ હરિયાળી જોઈ કેટલી રાહત લાગે છે,
અને આંખોને પણ તેનાથી મળે છે અમી,
આપણી જિંદગી કાઢીને આપણે તો ચાલ્યા જાશું "સંગત"
વૃક્ષો વગર આવનારી પેઢીની જિંદગી થઈ જાશે વસમી.
