વરદાન
વરદાન
1 min
287
નાનકડી આંગળીઓ હાથમાં પરોવી,
સુંવાળા સ્પર્શની પહેલી મુલાકાત,
ઈશ્વરનું વરદાન મળ્યું,
ગુલાબી હોંઠોનુ પહેલું ખીલખીલાટ,
પાપા પગલીઓનો આખા ઘરમાં ધબકાર,
કાલીઘેલી ભાષામાં કરતી કલબલાટ,
ચકળ વકળ કરતી એની આંખોમાં પ્યાર,
નજરોની સામે ક્યાં વર્ષો વીત્યા,
પગલાંના ઘાટ હવે મોટા થયા,
ઈશ્વરની સામે મારી એક જ અરજ,
મુરજાયે ના સ્મિત એનું,
એ જોવાની તારી ફરજ.
