વર્ચ્યુઅલ દુનિયામાં
વર્ચ્યુઅલ દુનિયામાં
1 min
383
વર્ચ્યુઅલ દુનિયામાં મ્હાલતું ચંચળ મન,
એક્ચ્યુઅલ દુનિયાથી દૂર થતું જણાય છે,
દૂર દૂરનાં લોકોથી જોડાઈ રહેલું મન,
નજીકનાં લોકોથી દૂર થતું જણાય છે,
જે સગપણ ક્યારેક ખુબ મજબૂત હતું,
એ આજકાલ મજબૂર થતું જણાય છે,
નજીક હોવા છતા પોતિકાઓ દેખાતા નથી,
સંબંધોમાં એક અદ્રશ્ય દિવાલ ચણાય છે,
લાઈક કૉમેન્ટની ભરમાર છે બધી બાજુ,
કામગીરી સોશ્યલ મીડિયામાં વખણાય છે,
સ્માર્ટફોનની દુનિયામાં વ્યસ્ત થઈને માણસ,
બીજાની દૃષ્ટીએ ઓવરસ્માર્ટ ગણાય છે.