વંદે માતરમ્
વંદે માતરમ્
1 min
144
ઉર્ધ્વગામી નાદ ,વંદે માતરમ્,
પૂર્ણ ગૌરવ સાદ, વંદે માતરમ્,
જ્યાં નમે મસ્તક સદાયે પ્રેમથી,
શ્રેષ્ઠતાને પાદ, વંદે માતરમ્,
છે હિમાલયના શિખર ઉન્નત અહીં,
છે મહત્ સંવાદ, વંદે માતરમ્,
પગ પખાળે ઘૂઘવી સાગર સદા,
વીરતા દે દાદ, વંદે માતરમ્,
સંત, દેવો ને ઋષિની છે ધરા,
છે પ્રભાવી વાદ, વંદે માતરમ્,
ને ધરોહર પ્રેમની પાકે સદા,
છે હરિત આહ્લાદ, વંદે માતરમ્,
ધર્મ કેરું ચક્ર ફરતું ભૂમિ પર,
શાંતિનો આસ્વાદ, વંદે માતરમ્.
