STORYMIRROR

Bharat Thacker

Others

3  

Bharat Thacker

Others

વલોપાત

વલોપાત

1 min
157

સમગ્ર દુનિયા જાણે, ઇન્તેજારનો અખાત છે,

દરેકે દરેક્ને કશું પામવાનો વલોપાત છે,


ઇન્તેજાર સાથે સંલગ્ન છે, લાગણીની દુનિયા,

ઇન્તેજાર કરાવે કેટલીય લાગણીઓને આત્મસાત છે,


ક્યારેક ખુશી, ક્યારેક ગમ, ક્યારેક ખામોશી, ક્યારેક તડપ,

ઇન્તેજાર સાથે સંકળાયા જાણે કેટલાય જઝબાત છે,


ભાત ભાત અને જાત જાતના શબ્દોનો છે ઇન્તેજાર મને,

કવિતામા સમાવવા કેટકેટલાયે આઘાત પ્રત્યાઘાત છે,


છેલ્લો ઇન્તેજાર હોય છે હમેશા પરવરદિગારનો,

છેલ્લે સહુ કોઇ ચાહે, ભગવાનની મુલાકાત છે.


Rate this content
Log in