વિશ્વ વહેંચાયું
વિશ્વ વહેંચાયું

1 min

11.8K
ના સરહદમાં ના સીમાડે,
ના દિશઓના બારણે,
આજ વિશ્વ વહેંચાયું ત્રણ ઝોનમાં.
ના દેશોના નક્શાઓમાં,
ના અક્ષાંશોની રેખાઓમાં,
આજ વિશ્વ વહેંચાયું ત્રણ ઝોનમાં.
ક્યાંક મળ્યો છે લાલ ઝોન ક્યાંક નો છે કેસરિયો,
ક્યાંક તો ફરક્યો લીલો ફતવો,
કહેતો સૌ સંભાળીને રહો.
આજ વિશ્વ વહેંચાયું ત્રણ ઝોનમાં.
રહેશે હૈયે હામ જો કરશું સાથે કામ તો,
રહેશે નહી ક્યાંય કોરોનાનું નામ તો,
આજ વિશ્વ વહેંચાયું ત્રણ ઝોનમાં.