STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

વિરાસત

વિરાસત

1 min
155

શબ્દોમાં ચણી લીધી છે અમે લાગણીઓની ઈલ્મી ઈમારત,

એક'દિ બનશે ધન્ય ધરોહર આ ભવ્ય વ્હાલપની વિરાસત !


અંતરથી ઉભરાઈને અમે આંખોથી પાયું છે પ્રેમ તણું વારિ,

જીવની જેમ કરી છે એ અણમોલ વિરાસતની હિફાજત !


શબ્દ આરાધના, શબ્દ બંદગી ને શબ્દ જ આરતી ધૂપ,

શબ્દ સહારે શૂન્ય થયો, ને થઈ અચાનક આ ઈબાદત !


દિલની દોલત આ શબ્દ તણી ખૂટશે નહિ ખર્ચતા કદીયે,

ન હો હયાતી કાલે મારી, પણ રહેશે કાયમી આ અમાનત !


'પરમ' ખજાનો શબ્દોનો ને આ વજૂદ એકાંતના આલમનું,

કરી રહી 'પાગલ' પલ પલ મને પરમાત્માની આ વિરાસત !


Rate this content
Log in