વિકાસ કરવા ગાંડો થયો માનવી
વિકાસ કરવા ગાંડો થયો માનવી
વિકાસ કરવા ગાંડો થયો માનવી
કુદરતી સંપતિ જાળવણી ભૂૂલી ગયો,
સ્વાર્થી બનીનેે માનવી કુદરત સામેે પડ્યો
પ્રદૂષણ ફેલાવી રોગનો નિશાન બન્યો માનવી,
વિકાસ કરવા ગાંડો થયો માનવી
ગટર અને ઉધોગના પાણી નદીઓમાં ઠાલવી,
જળ એજ જીવનનો નારો ભૂલ્યો માનવી
ગંંદકીના ઢગ કરી હવાને પ્રદૂષિત કરી,
રાસાયણિક ખાતર દવા નાંખી જમીનમાં
આજ આફતનો ભોગ હું બન્યો માનવી,
વિકાસ કરવા ગાંડો થયો માનવી
જંગલોના વૃક્ષો કાપીને ઔષધિ ગુમાવી,
આજ ઓક્સિજન માટે મજબૂર બન્યો માનવી
જો જીવવું હશેે આ જગતમાં જો માનવી,
તો બચાવ કુુદરતી સંપત્તિ ઓ માનવી
વિકાસ કરવા ગાંડો થયો માનવી.
