વીજળી
વીજળી
1 min
344
કાળી વાદલડીમાં વીજળી ઝબૂકી એવી,
કે હિમશિખરે લીધી ઝીલી,
અને એવી વરસી અને એવી ગરજી,
કે પેલી કંદરા ને ખીણોએ લીધી ઝીલી,
ડોકના વળાન્ક સાથ મોરલો ટહુક્યો,
જુઓ વનરાવન ઊઠ્યું કેવું ખીલી ?
નદી નાળા સરવર છલકાય ગયાં,
ને પશું પંખીઓ ઊઠ્યા ઝૂમી,
મેઘરાજાએ આજ મહેર કીધી મસ્ત એવી કે,
જગતનો તાત ઊઠ્યો ઝૂમી,
પ્રકૃતિની લીલા એવી છે ન્યારી,
રુડી ધરા બની હરિયાળી.
