વહેચાઈ ગયો
વહેચાઈ ગયો

1 min

447
સુખ સુવિધાની સાથે,
માણસ વેચાઈ ગયો,
ભ્રષ્ટાચારની આગ સાથે,
ન્યાય વેચાઈ ગયો.
જીભની કડવાશ સાથે,
આદર વેચાઈ ગયો,
લાગણીઓ ખેલ સાથે,
વિશ્વાસ વેચાઈ ગયો.
શરતોની યાદી સાથે,
પ્રેમ વેચાઈ ગયો,
વિચારોની વિકૃતિ સાથે,
ધર્મ વેચાઈ ગયો.
મૂર્તિઓની કિંમત સાથે,
ઈશ્વર વેચાઈ ગયો,
સુખ સુવિધાની સાથે,
માણસ વેચાઈ ગયો.