વહાલ
વહાલ
1 min
336
ઝાકળ નીતર્યું ભીનાશ મળે છે,
જયારે ચંદ્ર આકાશે ઝળહળે છે,
સવાર થકી ઝાકળ ક્યાં મળે છે ?
સુરજ તેને સરતું જોઈ ટળવળે છે,
જયારે સુરજ ક્ષિતિજે મળે છે ,
ત્યારે ઇન્દ્રધનુષી રંગ તેમાં ભળે છે,
ઢળતી લાલિમા સાંજને જયારે મળે છે,
એટલે તો દરિયો વહાલથી ખળભળે છે.