STORYMIRROR

Shaurya Parmar

Others

3  

Shaurya Parmar

Others

વેરાન

વેરાન

1 min
13.5K


વેરાન શબ્દની વ્યાખ્યા હુ શુ કરુ? 

હુ તો બસ એટલુ જાણુ છુ કે, 

ચોકમાં ચણવા, ઓલી ચકલીઓ આવતી નથી, 

ચીં...ચીં ...ચીં...ચીં...નો કલરવ, લાવતી નથી, 

વેરાન શબ્દની વ્યાખ્યા હુ શુ કરુ? 

દૂધ પીવા, ઓલ્યા બિલાડીના બચ્ચા આવતા નથી, 

મ્યાઉં ...મ્યાઉં ...એવો અવાજ, લાવતા નથી , 

વેરાન શબ્દની વ્યાખ્યા હુ શુ કરુ? 

હવે એ આંબો નથી, તો કોયલ ક્યાંથી હોય, 

કૂઉ...કૂઉ...ની એ મીઠાશ ક્યાંથી હોય, 

વેરાન શબ્દની વ્યાખ્યા હુ શુ કરુ? 

ગભરુ નાની ખિસકોલી,દોડાદોડ કરતી નથી, 

ઊઁચી થઈને ખોબે ખોબે, પેટ ભરતી નથી, 

વેરાન શબ્દની વ્યાખ્યા હુ શુ કરુ? 

એ વડલો નથી ને વડવાઈ પણ ક્યા? 

પૈડું લટકાવીને રમતા , એ બાળપણ ક્યા? 

વેરાન શબ્દની વ્યાખ્યા હુ શુ કરુ ? 

સાવ સુની શેરીઓ દેખાય છે અંહીયા, 

ગિલ્લીદંડા,સતોડીયું, સંતાકૂકડી નથી અહીંયા, 

વેરાન શબ્દની વ્યાખ્યા હુ શુ કરુ ? 

સવારે કૂકડાનુ કુકડે...કૂક ક્યાંક ખોવાઈ ગયુ છે, 

એલાર્મ સાંભળીને જાગ્યો, બધુ ધોવાય ગયુ છે, 

વેરાન શબ્દની વ્યાખ્યા હુ શુ કરુ ? 


Rate this content
Log in