STORYMIRROR

Bindya Jani

Others

4  

Bindya Jani

Others

વેદના સંવેદના

વેદના સંવેદના

1 min
238

લો, શબ્દોથી હું ઉતારું વેદના, 

સ્પર્શયા છે ટેરવાં પણ તેમનાં. 


યાદમાં શમણું બનીને આવતાં, 

હ્દયના આ ઘાવ પણ છે કેટલા. 


જીવશું આ જીંદગીને એકલાં, 

પણ તમારી યાદમાં ને પ્રેમમાં. 


લાગણીની છે બધી રમતો પ્રિયે, 

પ્રીતમાં પણ સાચવી છે ચેતના. 


ભાવનાઓની કદર કરશો તો પણ 

ખીલશે દિલથી પરમ સંવેદના. 


સામગ્રીને રેટ આપો
લોગિન