વાત બસ એટલી જ છે
વાત બસ એટલી જ છે
1 min
194
ક્યારેક જિંદગી નજીકથી પણ નિહાળી છે
ક્યારેક જિંદગી નિભાવી પણ છે,
વાત બસ એટલી છે,
ક્યારેક જ એકાંતમાં તારી રાહ જોઈ છે
ક્યારેક જિંદગી સુખથી પણ નિરાળી છે,
ક્યારેક દુઃખથી પણ અજાણી છે,
વાત તો બસ એટલી જ છે,
કે થયેલી મારી આ પૂર્ણવિરામ જીંદગીમાં,
એક અલ્પવિરામની જરૂર છે.
ક્યારેક જિંદગી માત્ર બની જાય છે,
તો ક્યારેક એક વાક્ય,
વાત તો બસ એટલી જ છે,
કે ક્યારેક જ તારી રાહ જોઈ છે.
