STORYMIRROR

Avani 'vasudha'

Others

4  

Avani 'vasudha'

Others

વાર્તા સજાવી લઉં

વાર્તા સજાવી લઉં

1 min
316

કોરાં કાગળ પર આજ વાર્તા સજાવી લઉં, 

ચાલને ખુદને જ મુખ્ય કિરદાર બનાવી લઉં, 


લખી નાંખુ જીવનનો દરેક હિસ્સો તેમાં ને, 

ચાલને આજ મારી જાતને જ અજમાવી લઉં,


નફરત શબ્દને આજ તો આગ લગાવીને, 

ચાલને સૌ કોઈને આજ પ્રેમથી અપનાવી લઉં, 


અવગણીને આજ સૌ કોઈની ખામીઓને, 

ચાલને એ બધું તેઓની ખૂબીમાં ખપાવી લઉં, 


વાસ્તવિકતામાં સ્વપ્નો પૂરાં થાય કે નહીં, 

ચાલને વાર્તામાં જ દરેક ઈચ્છાઓ જીવી લઉં.


Rate this content
Log in