STORYMIRROR

Rajesh Hingu

Others

4  

Rajesh Hingu

Others

વારસામાં

વારસામાં

1 min
438

ખૂબ સમૃદ્ધિ મળી છે વારસામાં,

પ્રેમની પ્યાલી મળી છે વારસામાં,


મહેફિલે યારી મળી છે વારસામાં,

ચાયની લારી મળી છે વારસામાં,


ઊપવન મહેકાવવાની શરત પર,

ફૂલની ક્યારી મળી છે વારસામાં,


મોજ કેવળ મોજ કેવળ મોજની,

લીલ્લુડી વાડી મળી છે વારસામાં.


સામગ્રીને રેટ આપો
લોગિન