વાંસળી વગાડી
વાંસળી વગાડી
1 min
172
હે, કા'ના કેવી વાંસળી વગાડી !
ગોકુળ, વૃંદાવનને માયા લગાડી,
મથુરાને સૂતી સફાળી જગાડી,
હે, કા'ના કેવી વાંસળી વગાડી !
હે, કા'ના વાંસળી તારી કેડની શોભા,
તારા હાથનો ઉમદા શૃંગાર,
તારા હોઠની કોમળ છટાં,
હે, કા'ના કેવી વાંસળી વગાડી !
હે, કા'ના વાંસળી તારી મોહે મન,
ભૂલાવે સઘળાંને તન-મન,
જગાડે સૂતેલ અંતરમન,
હે, કા'ના કેવી વાંસળી વગાડી !
