STORYMIRROR

'Sagar' Ramolia

Others

3  

'Sagar' Ramolia

Others

વાંક શું ગણવા

વાંક શું ગણવા

1 min
340

ન વરસે તોય એના ગાજવાના વાંક શું ગણવા ?

છતાંયે વીજળીને પાડવાના વાંક શું ગણવા ?


'અ' અભિનયનો ન જાણે તોય ઈચ્છે દોડવા આગળ,

ને એને ઊગતાં ત્યાં ડામવાના વાંક શું ગણવા ?


હશે વઢવાની તેને હોંશ રોમેરોમ સળવળતી,

પછી ડોળા અહીં તો કાઢવાના વાંક શું ગણવા ?


હશે સાચા કે ખોટા, ખાતરી નો'તી જરા તોયે,

જઈને ત્યાં પગે તો લાગવાના વાંક શું ગણવા ?


ભલેને 'તાંબિયાના તેર' જેવી હો' દશા 'સાગર',

છતાં દેખાડા મોટા રાખવાના વાંક શું ગણવા ?


Rate this content
Log in