STORYMIRROR

Nilam Jadav

Others

4  

Nilam Jadav

Others

વાલો મારો હિંચકે ઝૂલે રે લોલ

વાલો મારો હિંચકે ઝૂલે રે લોલ

1 min
198

હિંચકો બાંધ્યો વડલાની ડાળે,

ને હિંચકો ચડ્યો ચગડોળે.

વાલો મારો.


હિંચકે બાંધી રેશમી દોરી,

ને દોરી પર ટાંકી છે ઘૂઘરી.

વાલો મારો.


હિંચકે લટકે છે લાલચટાક ફૂલ,

ને રૂપાળી રંગબેરંગી ઝૂલ.

વાલો મારો.


હિંચકે શોભે છે હાથી-મોરલા, 

 ને રૂડાં મોતીડાંરૂપી તારલા.

વાલો મારો‌.


હિંચકે મઢેલા છે ઝગમગ ટીલડા,

ને ટીલડા લાગે છે રંગબેરંગી રૂડા.

વાલો મારો.


હિંચકો ઝુલાવે વાલાની માતા,

ને ભોજન જમાડે ગીતડાં ગાતા.

વાલો મારો.


Rate this content
Log in