STORYMIRROR

Rutambhara Thakar

Others

4  

Rutambhara Thakar

Others

વાહ રે વાહ

વાહ રે વાહ

1 min
233

થાક્યાં વગર અવિરત ઊગે આથમે,

નિયમિતતામાં એને તો કોઈ ના પહોંચે,

વાહ રે વાહ....!

સૂરજ તારી ગત ન્યારી...!


અડગતાનો પર્યાય તું,

અચલતા સાથે સરખામણી થાય,

વાહ રે વાહ..!

રૈવત તારી ગત ન્યારી..!


નિર્વિકાર, સ્વચ્છ તું,

અવિચલ, અવિનાશી, અફાટ તું,

વાહ રે વાહ...!

ક્ષિતીજને આંબતાં આકાશની ગત ન્યારી...!


પળમાં પરોવાયો,

ક્ષણમાં સેરવાયો,

વરસોમાં વહેરાયો,

વાહ રે વાહ..!

તોય જીવતરમાં રહેંસાતા

સમયની ગત ન્યારી...!


દરેકમાં અભાવ દેખાતો,

કો'કનાં પ્રભાવમાં પોરસાતો,

વાહ રે વાહ..!

રોજ નિભાવાતાં સ્વભાવની ગત ન્યારી...!


અપલખણાને સહેતી તું,

તોય જનની બની સહેલાવતી તું,

વાહ રે વાહ..!

નિચ્છેદનનો પર્યાય સમી પૃથ્વી તારી ગત ન્યારી...!


ઋણાનુબંધને માની કૂખે જન્મ્યાં,

બાપે કર્યુ પાલન પોષણ,

વાહ રે વાહ ..!

ક્યાં લઈ જશે તને કર્મની આ ગત ન્યારી...!


Rate this content
Log in